ADVERTISEMENTs

અમદાવાદ એરપોર્ટ પર 2023માં 11 કરોડ મુસાફરોની અવર-જવર, છેલ્લાં 10 વર્ષમાં 25 ગણો વધારો

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ 2023માં કુલ અધધ 11.65 કરોડ મુસાફરો નોંધાયા છે. એટલે કે અમદાવાદ એરપોર્ટ પર દૈનિક 32 હજાર મુસાફરોએ અવજવર કરી છે.

Ahmedabad Airport / Google

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ 2023માં કુલ અધધ 11.65 કરોડ મુસાફરો નોંધાયા છે. એટલે કે અમદાવાદ એરપોર્ટ પર દૈનિક 32 હજાર મુસાફરોએ અવજવર કરી છે. અમદાવાદ એરપોર્ટ પર 2014માં કુલ 48.09 લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. આમ, 10 વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ મુસાફરોમાં 25 ગણો જેટલો વધારો થયો છે.

અમદાવાદ એરપોર્ટમાં વર્ષ 2023માં જાન્યુઆરી, માર્ચ, મે અને નવેમ્બર મહિના દરમિયાન મુસાફરોની અવર-જવર 10 લાખને પાર થઈ હતી. ડિસેમ્બરની વાત કરવામાં આવે તો 1.93 લાખ ઈન્ટરનેશનલ અને 7.98 લાખ ડોમેસ્ટિક એમ કુલ 9.91 લાખ મુસાફરો નોંધાયા હતા. ડિસેમ્બરમાં 1155 ઈન્ટરનેશનલ અને 6340 ડોમેસ્ટિક ફ્લાઇટની અવર-જવર નોંધાઈ હતી.

છેલ્લાં 10 વર્ષમાં 25 ગણો વધારો 

આમ, પ્રત્યેક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં સરેરાશ 167 અને ડોમેસ્ટિક ફ્લાઈટમાં સરેરાશ 126 મુસાફરો નોંધાયા હતા. વર્ષ 2023માં કુલ 18.73 લાખ ઈન્ટરનેશનલ જ્યારે 97.85 લાખ ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર હતી. જેની સરખામણીએ 2014માં 11.73 લાખ ઈન્ટરનેશનલ અને 36.48 લાખ ડોમેસ્ટિક મુસાફરો હતા. આમ, ઈન્ટરનેશનલ મુસાફરોમાં અંદાજે 60 ટકા જ્યારે ડોમેસ્ટિક મુસાફરોમાં 170 ટકા જેટલો વધારો નોંધાયો છે.

ડિસેમ્બર 2014 દરમિયાન અમદાવાદ એરપોર્ટમાં 698 ઈન્ટરનેશનલ અને 2437 ડોમેસ્ટિક ફ્લાઈટની અવર-જવર હતી. આ સ્થિતિએ 2014 કરતાં 2023માં ડોમેસ્ટિક ફ્લાઈટમાં 125 ટકા અને ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં 100 ટકા જેટલો વધારો થયો છે.

•    જાન્યુઆરીમાં 10 લાખ 60 હજાર 877 મુસાફરો
•    ફેબ્રુઆરીમાં 9 લાખ 75 હજાર 680 મુસાફરો
•    માર્ચ મહિનામાં 10 લાખ 9 હજાર 680 મુસાફરો
•    એપ્રિલ મહિનામાં 9 લાખ 43 હજાર 56 મુસાફરો
•    મે મહિનામાં 10 લાખ 1 હજાર 307 મુસાફરો
•    જૂન મહિનામાં 9 લાખ 48 હજાર 383 મુસાફરો
•    જુલાઈ મહિનામાં 9 લાખ 34 હજાર 223 મુસાફરો
•    ઓગસ્ટ મહિનામાં 9 લાખ 32 હજાર 223 મુસાફરો
•    સપ્ટેમ્બર મહિનામાં 9 લાખ 43 હજાર 344 મુસાફરો
•    ઓક્ટોબર મહિનામાં 8 લાખ 87 હજાર 113 મુસાફરો
•    નવેમ્બર મહિનામાં 10 લાખ 4 હજાર 586 મુસાફરો
•    ડિસેમ્બર મહિનામાં 9 લાખ 91 હજાર 498 મુસાફરો

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related