વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે કતારમાં મોટી રાજદ્વારી જીત હાંસલ કરી લીધી છે. કતારમાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજામાંથી રાહત મળી છે. કતારની કોર્ટે તમામની ફાંસીની સજા રદ કરીને તેમને જેલની સજામાં ફેરવી દીધી છે.
આ ભારતીયોની સજામાં રાહતનો આ નિર્ણય ભારતના વડાપ્રધાન મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની તાજેતરની બેઠક બાદ લેવામાં આવ્યો છે. દુબઈમાં આયોજિત ક્લાઈમેટ કોન્ફરન્સ દરમિયાન મોદી અને કતારના અમીરની મુલાકાત થઈ હતી. આ પછી પીએમ મોદીએ કહ્યું હતું કે તેમની બેઠકમાં કતારમાં ભારતીય સમુદાય અંગે પણ ચર્ચા થઈ હતી.
સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો આ આઠ પૂર્વ મરીન ઓફિસર્સ ઓગસ્ટ 2022થી કતારની કસ્ટડીમાં છે. તેમની સામેના આરોપો કાયદાકીય રીતે જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ રિપોર્ટ અનુસાર, ઇઝરાયલ માટે જાસૂસી કરવા બદલ તેમને સજા કરવામાં આવી છે.
તેમાં ભારતીય નૌકાદળના ચાર ભૂતપૂર્વ કમાન્ડર - અમિત નાગપાલ, પૂર્ણેન્દુ તિવારી, સુગુણાકર પાકલા, સંજીવ ગુપ્તા, ત્રણ ભૂતપૂર્વ કેપ્ટન - નવતેજ સિંહ ગિલ, બિરેન્દ્ર કુમાર વર્મા, સૌરભ વશિષ્ઠ અને ભૂતપૂર્વ નાવિક રાગેશ ગોપાકુમારનો સમાવેશ થાય છે. આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારે આ તમામ કતારની અલ દહરા કંપનીમાં કામ કરતા હતા.
કોર્ટના નવા નિર્ણય અંગે માહિતી આપતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ મામલે કતારની અપીલ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટના નિર્ણય સમયે ભારતીય રાજદૂત, અનેક અધિકારીઓ અને પૂર્વ મરીનનાં પરિવારના સભ્યો પણ હાજર હતા.
મંત્રાલયે કહ્યું કે અમે શરૂઆતથી જ આઠ ભારતીયોના પરિવાર સાથે ખડેપગે ઉભા છીએ. અમે આ સતત કતાર પ્રશાસન સમક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. અમારી કાનૂની ટીમ આગામી પગલાઓ અંગે આઠ ભારતીયોના પરિવારના સંપર્કમાં છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login