એક તરફ જ્યાં બ્રિટન અને કેનેડાએ વિઝા લેવા માટેની GIC (ગેરેન્ટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ) ફીમાં બમણો વધારો ઝીંક્યો છે. ત્યારે હવે ઓસ્ટ્રેલિયામાં પણ સ્ટુડન્ટ વિઝા નિયમો વધુ કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઑસ્ટ્રેલિયા અભ્યાસ માટે વિઝાની અરજીઓ કરતા હોય છે. જેને લઈને ઓસ્ટ્રેલિયા હવે પોતાની માઈગ્રન્ટ પોલિસીને વધુ કડક બનાવવા જઈ રહ્યું છે. 2022-23માં નેટ ઈમિગ્રેશન રેકોર્ડ 5,10,000 પર પહોંચવાની ધારણાને કારણે વિઝા નિયમોને કડક બનાવવાનો નિર્ણય કર્યો છે.
જો તમારે ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવો છે તો વિદ્યાર્થીઓએ અંગ્રેજીની ટેસ્ટમાં સારો સ્કોર મેળવવો પડશે. સરકાર આગામી બે વર્ષમાં વિદેશથી આવતા વિદ્યાર્થીઓ તેમજ કામદારોની સંખ્યા ઘટાડીને અડધી કરવા માગે છે. સરકાર હવે તેની ભાંગી પડેલી માઈગ્રેશન સિસ્ટમને સુવ્યવસ્થિત કરવા માગે છે. નવી નીતિ હેઠળ વિદેશી વિદ્યાર્થીઓએ અંગ્રેજીની પરીક્ષામાં ઊંચુ રેટિંગ મેળવવાનું રહેશે.
આ બધા વચ્ચે જે વિદ્યાર્થી બીજી વખત વિઝા માટે અરજી કરે છે તેમની અરજી પર વધુ તાપસ કરવામાં આવશે . જે કારણે વિઝા આવવામાં વધુ સમય લાગી શકે છે. ઈમિગ્રેશન રેકોર્ડ 5,10,000 સુધી પહોંચવાની ધારણાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર ડેટા અનુસાર આ આંકડો 2024-25 અને 2025-26માં લગભગ એક ક્વાર્ટર મિલિયન થવાનો અંદાજ છે.
ઑસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ક્લેર ઓ'નીલે જણાવ્યું હતું કે,"2022-23માં વિદેશી સ્થળાંતરમાં વધારો મોટાભાગે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા થયો છે. સરકારે વિદેશીઓની સંખ્યા ઘટાડવા માટે પહેલાથી જ કેટલાક સુધારા કર્યા છે, જે અસરકારક છે અને સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં ઘટાડા તરફ દોરી જશે. જો કે અમે ઉચ્ચકક્ષાના કુશળ કામદારો માટે વિઝા પ્રોસેસિંગ ટાઈમ એક અઠવાડિયાનો નકકી કરીશું જેથી કંપનીઓ ભારે સ્પર્ધા વચ્ચે કુશળ કામદારોની ભરતી કરી શકે".
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઑસ્ટ્રલિયામાં તાજેતરમાં કરવામાં આવેલા એક સરવેમાં સામે આવ્યું છે કે, "62 ટકા ઑસ્ટ્રેલિયનનું માનવું છે કે દેશમાં માઇગ્રેન્ટની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે હવે આ મામલે સરકાર કેટલાક મહત્ત્વના નિર્ણય લઈ શકે છે."
ઑસ્ટ્રેલિયન ગૃહ મંત્રાલયના આંકડાઓ મુજબ, "જૂન 2021ના અંતમાં, ભારતીય મૂળના 7,10,380 લોકો ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા. 30 જૂન, 2011ના રોજ, આ સંખ્યા અડધા (337,120) કરતા પણ ઓછી હતી. બ્રિટન પછી ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો સૌથી વધુ છે."
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login