ADVERTISEMENTs

22 વર્ષ બાદ દીપિકાબહેને પુત્ર સાથે ધોરણ 12ની પરીક્ષા આપી અને પાસ થયા.

પરીક્ષાના દિવસો નજીક આવતા હતા તેમ તેમ દીપિકા બહેન મોડી રાત સુધી વાંચન કરતા. ઘણીવાર વહેલી સવારે 3 વાગ્યે ઊઠીને પણ વાંચતા.

દીપિકા બહેન તેમના પુત્ર સાથે પરીક્ષાની તૈયારી દરમ્યાન / RITU DARBAR

ગઈકાલે ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે પાસ થનાર વિદ્યાર્થીઓમાં એક રોચક બાબત સામે આવી છે.  સુરતમાં અમરોલી વિસ્તારમાં રહેતા માતા પુત્રએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની સાથે પરીક્ષા આપી હતી. જેમાં આજે જાહેર થયેલા પરિણામમાં માતા પુત્ર બંને ઉત્તીર્ણ થયા છે. માતાના 55 જ્યારે પુત્રના 72 ટકા આવ્યા છે. 

સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી મૌની સ્કૂલમાં 12 કોમર્સમાં અભ્યાસ કરતા દેવ પટેલ અને એની 35 વર્ષીય માતા દીપિકાબહેને આર્ટસના વિષય સાથે ગત માર્ચ મહિનામાં ધો 12 ની પરીક્ષા આપી હતી. દીપિકાબહેને અભ્યાસ છોડ્યાના 22 વર્ષ પછી પરીક્ષા આપી હતી. તેમના સમયે તેમણે SSC બાદ દીપિકા બેને મોન્ટેસરી કોર્સ કર્યો હતો અને છેલ્લા 20 વર્ષથી તેઓ શિક્ષિકા તરીકે ખાનગી સ્કૂલમાં નોકરી કરી રહ્યા છે. પુત્રની ધો -12 ની પરીક્ષાનું ફોર્મ ભરવાનો સમય આવ્યો તો દીપિકા બહેનને પણ ધોરણ 12ની પરીક્ષા આપવાની ઈચ્છા થઈ આવી અને એમણે પણ ફોર્મ ભરી દીધું. આ ફોર્મ તેમણે પરીક્ષા આપવા ખાતર નહીં, પણ પરીક્ષામાં પાસ થવા ભર્યું હતું. મક્કમ ઈરાદા સાથે પરીક્ષા આપવા માંગતા દીપિકા બહેને નોકરી અને ઘરકામની સાથે સાથે પરીક્ષા માટે મહેનત પણ શરૂ કરી હતી. જેમ જેમ પરીક્ષાના દિવસો નજીક આવતા હતા તેમ તેમ દીપિકા બહેન મોડી રાત સુધી વાંચન કરતા. ઘણીવાર વહેલી સવારે 3 વાગ્યે ઊઠીને પણ વાંચતા. પુત્રની સાથે સખ્ત મહેનત કરીને દીપિકા બહેને માર્ચમાં ધોરણ 12 ની પરીક્ષા આપી હતી અને ગઈકાલે જયારે આખરે પરિણામ આવ્યું ત્યારે તેઓ 55 ટકા સાથે પાસ થયા. જ્યારે તેમના પુત્રને 72 ટકા મળ્યા છે. દીપિકા બહેન કહે છે, આગળ શું કરવું એ વિશે વિચાર્યું નથી. હમણાં માત્ર ધો 12 પાસ કરવાનું સપનું હતું જે પૂર્ણ થયુ છે એનો આનંદ છે.

દીપિકાબહેન / RITU DARBAR

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related