ADVERTISEMENTs

સુરતની 9 વિધાનસભામાં 100 વર્ષથી વધુની ઉંમરના કુલ 252 મતદાતાઓ મતદાન કરશે.

તા.7મીએ જ્યાં મતદાન યોજાનાર છે એવી સુરત જિલ્લાની 9 વિધાનસભામાં 85 વર્ષથી વધુ વય ધરાવતા 15,079 વરિષ્ઠ મતદારો.

પ્રતીકાત્મક તસ્વીર / ECOI

ભારતની ગૌરવશાળી લોકશાહીના જતનમાં ભાગીદાર થનાર મતદારો એટલે વરિષ્ઠ અને શતાયુ નાગરિકો, કે જેઓએ દાયકાઓ સુધી નૈતિક ફરજના ભાગરૂપે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ નાગરિકોને તેમની શારીરિક અશક્તતાના કારણે મત આપવામાં પડતી અગવડતાને દૂર કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના કારણે વરિષ્ઠ મતદારો વિશેષ સુવિધાઓ સાથે પોતાનો મત આપી શકશે. 

સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે સુરત-૨૪ બેઠકમાં આવતા ૭ વિધાનસભા મતવિસ્તારો સિવાય બારડોલી અને નવસારી સંસદીય ક્ષેત્રોમાં સમાવિષ્ટ ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮-કામરેજ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવામાં તા.૭મી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં અદ્યતન મતદાર યાદી ઉપરોક્ત ૯ વિધાનસભાઓમાં ૨૫૨ શતાયુ મતદારો તેમજ ૮૫ વર્ષથી વધુના ૧૫,૦૭૯ મતદારો નોંધાયા છે. ભારતના ચૂંટણીપંચે ૮૫ વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરિકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરી છે, જેથી વડીલ મતદાતાઓને મતદાન માટે વધુ સુવિધા મળી છે. તેઓ મતદાન મથક સુધી ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાભ મેળવી શકે એવી કાળજી લેવામાં આવે છે.  

આગામી તા.૭મીએ જ્યાં મતદાન યોજાનાર છે એવા માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧૭૧૦ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૪ શતાયુ મતદારો, આ મુજબ ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા અને ૧૦૦ વર્ષથી વધુ વય (શતાયુ) ધરાવતા મતદારો અનુક્રમે માંડવી વિધાનસભામાં ૧૯૮૮ તથા ૩૭, કામરેજ વિધાનસભામાં ૧૬૯૮ અને ૨૬, બારડોલી વિધાનસભામાં ૧૭૩૩ અને ૧૭, મહુવા વિધાનસભામાં ૨૩૬૫ અને ૫૪ વરિષ્ઠ મતદારો લિંબાયત વિધાનસભામાં ૮૪૯ અને ૧૨, ઉધના વિધાનસભામાં ૭૧૯ અને ૦૫, મજુરા વિધાનસભામાં ૨૪૪૩ અને ૩૯ તેમજ ચોર્યાસી વિધાનસભામાં ૧૫૭૪ અને ૨૮, મતાધિકારનો ઉપયોગ કરશે અને લોકશાહીના મહાપર્વમાં જોડાઈને અન્યો માટે પ્રેરણારૂપ બનશે. 

ચૂંટણીઓને સહભાગિતાયુક્ત અને નાગરિકકેન્દ્રી બનાવવાના હેતુ સાથે મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં વરિષ્ઠ નાગરીકો માટે મતદાન સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related