ADVERTISEMENTs

સુરતનો એક વેપારી થયો ડિજિટલ અરેસ્ટ, 9 કલાક સુધી સાયબર માફિયાઓએ ઓનલાઇન રાખી 23.30 લાખ પડાવ્યા.

સુરતના વેપારીનું મુંબઈ એરપોર્ટ પર પાર્સલમાંથી એમડી ડ્રગસ અને પાંચ પાસપોર્ટ સહિતની વસ્તુઓ પકડાઈ હોવાનું કોલ પર જણાવી રૂપિયા ખંખેર્યા.

સાયબર ક્રાઇમ પોલીસે પકડેલા ચાર આરોપીઓ / Kkushal Pandya

આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં ગુનાખોરી સહીત સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જોકે સુરત સાયબર સેલ પોલીસ પણ એક બાદ એક ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવીને સાયબર ક્રાઇમનો ગ્રાફ નીચે લાવવા ખુબ જ પ્રયત્નશીલ છે.

સુરતમાં હાલ સાયબર ક્રાઇમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં ભટાર ખાતે રહેતા કેમિકલના વેપારીને ગત તારીખ 5 માર્ચના રોજ એક અજાણયા નંબર પરથી કોલ આવ્યો હતો અને આ કોલ ઉઠાવતાની સાથે જ શરુ થયો હતો સમગ્ર ખેલ. આ વેપારીને ફોન પર એવું કહેવામાં આવ્યું હતું કે, તે વ્યક્તિ ફેડેક્સ કંપની માંથી અલ્પેશ બોલે છે અને વેપારીએ મુંબઈ એરપોર્ટથી તાઇવાન મોકલેલા પાર્સલમાં મુંબઈ એરપોર્ટ કસ્ટમ વિભાગને 200 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, 5 પાસપોર્ટ, 4 ક્રેડિટ કાર્ડ, એક લેપટોપ, એક સાડી અને 4 કિલો કપડાં મળ્યા છે. તેને સીઝ કરવામાં આવ્યું છે. જેથી તમારે વધુ માહિતી માટે મુંબઈ ક્રાઇમબ્રાન્ચ સાથે વાત કરવી પડશે. તે જ વ્યક્તિએ આ વેપારીને એક નંબર આપ્યો હતો, જેના પર વાત કરવા જણાવ્યું હતું.

અલ્પેશ નામના વ્યક્તિએ આપેલા નંબર પર વેપારીએ કોલ કરતા સામે વાળા વ્યક્તિએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રકાશકુમાર તરીકે આપી હતી. આ વ્યક્તિએ એ વેપારી પાસે તેના પરિવારની સમગ્ર વિગતો મેળવી લીધી હતી અને ત્યાર બાદ તેની પાસે સ્કાય પે એપ ડાઉનલોડ કરાવી હતી. જેના થકી પ્રકાશકુમારે વેપારીનો આધારકાર્ડ અને ફોટો મંગાવીને બાદમાં વિડીયો કોલ કર્યો હતો. જોકે વિડીયો કોલમ પ્રકાશકુમારે પોતાનો ચેહરો બતાવ્યો ન હતો. વેપારીને સ્ક્રીન પર માત્ર મુંબઈ ક્રાઇમબ્રાન્ચ નો લોગો જ દેખાઈ રહ્યો હતો. આ બાદ પ્રકાશકુમારે વેપારીને કહ્યું હતુંકે તમારા એકાઉન્ટમાં મણિ લોન્ડરિંગ થયું છે અને તમારા પાર્સલ માંથી પણ ડ્રગ્સ મળ્યું છે તેથી તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે. આમ જણાવીને સ્કાઈ પે પર એક સીબીઆઈ ની નોટિસ મોકલી હતી.

આ સમગ્ર વાતચીત બાદ ઠગબાજો સુરતના વેપારી પર સકંજો કસવાનું ચાલુ કર્યું હતું અને તેને વિડીયો કોલમ જ ધમકાવ્યો હતો કે, તમે તમારું ઘર છોડીને ક્યાંય નહીં જઈ શકો કારણકે હમણાં તમારું ઈન્ટ્રોગેશન ચાલે છે. આ દરમ્યાન તમે વિડીયો કોલ કટ પણ નહિ કરી શકો કે કોઈને ફોન પણ નહિ કરી શકો. આ રીતે વાત કરીને વેપારીને સકંજામાં લીધા બાદ પ્રકાશકુમારે વેપારીને કહ્યું કે હું તમને મારા ઉપરી અધિકારી સાથે વાત કરવું છું. કારણકે આગળ શું કાર્યવાહી કરવી તે ઓથોરિટી તેમની પાસે છે. આવું કહીને તેણે કોઈક ડીસીપી બાલસિંહ રાજપૂત નામની વ્યક્તિ સાથે વાત કરાવી હતી. આ વાતચીત દરમ્યાન સામે વાળા વ્યક્તિએ વેપારીને વ્હોટ્સએપ માં વિડીયો કોલ કરવાનું કહી ને ત્યાં વાત ચાલુ કરી હતી. જ્યાં તેણે  પણ આ વેપારીને દરવવાનું શરુ કર્યું હતું અને કહ્યું હતું કે, તમારા પાર કેસ બહુ મોટોબાની શકે છે જેના કારણે તમારા પરિવારને સમસ્યા આવી શકે છે તેમજ વિદેશમાં રહેતી તમારી દીકરીઓ પણ તકલીફમાં મુકાઈ શકે છે. તેમ કો ઓપરેટ કરશો તો સારું થશે. આવી રીતે સાંત્વના પણ આપીને બાદમાં વેપારીના બેન્ક સ્ટેટમેન્ટ વોહટસેપ મારફત મંગાવ્યા હતા.

આ સમગ્ર ઘટના દરમ્યાન વેપારીને એવું કહેવાયું હતું કે તમે ઈન્ટ્રોગેશન માં છો એટલે તમે વિડીયો કોલ કટ નહિ કરી શકો. આમ કહી વિડીયો કોલ ચાલુ રાખવા કહીને વેપારીને મોટા ટ્રાન્ઝેક્શન કરવાનું કહેવામાં આવ્યું હતું. જેથી ગભરાયેલા વેપારીએ કોલ ચાલુ રાખીને પોતાની ઓફિસ ગયો હતો અને બાદમાં સામેવાળા ના જણાવ્યા મુજબના બેન્ક એકાઉન્ટમાં 23.30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. પૈસા ટ્રાન્સફર કર્યા બાદ વેપારી વિડીયો કોલ ચાલુ રાખીને જ ઘરે પરત ફર્યા હતા. આમ આખો દિવસ દરમ્યાન ડરાવી ધમકાવીને તેમની પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવી છેલ્લા સાંજે 6 વાગ્યે કોલ કટ કરવા કહેવામાં આવ્યું હતું અને દર કલાકે વ્હોટ્સએપ પર ઓકે નો મેસેજ કરવા જણાવ્યું હતું.

સમગ્ર ઘટના પતી ગયા બાદ વેપારીને શંકા જતા તેમણે કુરિયર કંપનીને કોલ કરી ને તપાસ કરી હતી, તો અલ્પેશ નામના વ્યક્તિ એ આપેલું ટ્રેકિંગ આઈડી જ ખોટું નીકળ્યું હતું. જેથી વેપારીને ખ્યાલ આવ્યો હતો કે તેમને સાયબર ફ્રોડનો શિકાર બનાવવામાં આવ્યા હતા. જેથી વેપારીએ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સુરત સાયબર સેલના એસીપી / kkushal Pandya

સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં વેપારી દ્વારા જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે કોટક બેન્કના એકાઉન્ટના આધારે સુરતના ચાર લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલામાં જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે તે એકાઉન્ટ કોઈ અન્ય વ્યક્તિ માટે ખોલાવેલું હતું અને ત્યારબાદ તેને 10 હજાર રૂપિયામાં વેચીને કોઈ અન્ય ઈસમને વાપરવા માટે આપ્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસે જે પ્રમાણે જણાવ્યું તે મુજબ સુરતમાં અમરોલી કોસાડ ફાયર સ્ટેશનની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ અંબિકાનગરમાં રહેતા તેમજ કુરિયર પેકિંગનું કામ કરતા 25 વર્ષીય નેવિલ ઉર્ફે બીટુ મહેશભાઈ હેડાઉએ માસા વિજયભાઈને તેમની લોન માટે એકાઉન્ટ ખોલાવવું પડશે, એમ કહી તેમના નામે ખોલાવ્યું હતું. ત્યાર બાદ તેણે એકાઉન્ટ 10 હજારમાં 23 વર્ષીય રત્નકલાકાર મહેશ પ્રવીણભાઈ સંધ્યા હસ્તક 21 વર્ષીય બેકાર ધ્રુવ ઉર્ફે ધુલો પુરુષોત્તમભાઈ વેકરિયાને ઉપયોગ કરવા વેચ્યું હતું. તેણે આ એકાઉન્ટ 29 વર્ષીય પાર્થ જોધાણી મારફત આવા કોઈક સાયબર માફિયાઓને આપ્યું હતું. હવે આ સમગ્ર મામલે પોલીસ ચારેય ઇસમોના રિમાન્ડ લીધા બાદ તપાસમાં જ અનેક રાઝ ખુલશે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related