ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નાનપુરા, સુરત ખાતે ‘પુખ્ત વયનાં લોકો માટે વેક્સિનેશનનું મહત્વ’ વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં ઈન્ફેક્શિયસ ડીસીઝ (ચેપી રોગો)ના નિષ્ણાંત ડો. પ્રતિક સાવજે પુખ્તવયે વેક્સિનેશનનું મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ૬૦ વર્ષની ઉંમર પછી દીર્ઘ અને સ્વસ્થ્ય જીવન જીવવા માટે વેક્સિનેશન અત્યંત જરૂરી હોવાનું ભારપૂર્વક કહ્યું હતું.
ડો. પ્રતિક સાવજે જણાવ્યું હતું કે, ‘રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે ફિઝીકલ એક્ટીવિટી, મેડિટેશન, યોગ અને આહાર મહત્વના પરિબળો છે. ૧૮ વર્ષથી વધુ ઉંમરના પુખ્ત લોકો સાત્વિક આહાર, ફળ, શાકભાજી, અલ્પ આહારનું સેવન કરે તો વધુ સારું હોય છે, ઓવર ઈટિંગથી બચવું જોઈએ. રેગ્યુલર વેક્સિનેશનથી શરીર ભવિષ્યમાં થનાર ઈન્ફેક્શનની સમસ્યાનો સામનો કરવા તૈયાર રહે છે. રેગ્યુલર વેક્સિનેશનથી વારંવાર બીમાર પડવાની સમસ્યા દૂર થાય, સ્વસ્થ્ય અને દીર્ઘાયુષ્ય જીવવામાં મદદરૂપ બને છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ’બાળક નાનું હોય, ત્યારે તેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે, જ્યારે ૧૮ થી ૫૦ વર્ષ દરમિયાન વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સૌથી સારી રીતે કાર્ય કરે છે, ૫૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ ફરી નબળી થતી જાય છે.’ તેમણે ઈન્ફ્લુએન્ઝા, સ્વાઈન ફ્લુ, ન્યુમોનિયા, હાર્પિસ, હેપિટાઈટીસ બી, સર્વાઈકલ કેન્સર જેવા રોગોમાં વેક્સિન લેવાથી થતાં લાભ વિશે માહિતી આપી હતી.
ચેમ્બરના ગ્રૃપ ચેરમેન શ્રી સંજય ગાંધી તથા સભ્યો સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના સભ્ય ડો. રાજન દેસાઈએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે કમિટીના સભ્ય શ્રી નિખિલ વઘાસિયાએ વક્તાનો પરિચય આપ્યો હતો. અંતે, ઉપસ્થિતોના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ વક્તાશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. ચેમ્બરના SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન શ્રી મહેશ પમનાનીએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યાર બાદ સેમિનારનું સમાપન થયું હતું.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login