અમેરિકાની કોર્ટે એક 29 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિને વિસ્ફોટકોથી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવા બદલ દોષિત ઠેરવ્યો છે. મળતી માહિતી અનુસાર, મેડિસનના રહેવાસી આરોપી હ્રિદિન્દુ શંકર રોય ચૌધરીએ પોતાનો ગુનો કબૂલી પણ લીધો છે.. 14 ફેબ્રુઆરી 2024ના દિવસે આરોપીને સજા સંભળાવવામાં આવશે. હ્રિદિન્દુને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષની જેલની સજા થઇ શકે છે.
મે 2022માં એક રૂઢિચુસ્ત ગર્ભપાત વિરોધી જૂથની ઓફિસ પર બોમ્બ ધડાકા કરવા બદલ શુક્રવારે ચૌધરીને દોષી ઠેરવવામાં આવ્યો હતો. ચૌધરી પર મે 2022માં અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યમાં એક ઓફિસ બિલ્ડિંગ પર બોમ્બ ધડાકા કરવાનો પણ આરોપ મૂકાયો હતો. જસ્ટિસ ડિપાર્ટમેન્ટની એક રજૂઆતમાં જણાવાયું હતું કે, આ વર્ષે માર્ચમાં બોસ્ટન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, 8 મે, 2022ના રોજ સવારે 6.06 વાગ્યે પોલીસને મેડિસનમાં એક ઓફિસ બિલ્ડિંગમાં આગ લાગવાની સૂચના મળી હતી. બિલ્ડિંગની અંદર પોલીસને તૂટેલી બારી નીચે એક બરણી મળી આવી હતી. બરણી તૂટી ગઈ હતી અને ઢાંકણ સળગીને કાળું થઈ ગયું હતું. પોલીસનું કહેવું છે કે, બરણી નજીકથી જાંબલી ડિસ્પોઝેબલ લાઇટર પણ મળી આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસને બારીની બીજી બાજુની દિવાલ પર વધુ એક બરણી મળી આવી હતી. બરણીમાં શંકાસ્પદ પ્રવાહી પણ જોવા મળ્યું હતું. ન્યાય વિભાગના રાષ્ટ્રીય સુરક્ષા વિભાગના સહાયક એટર્ની જનરલ મેથ્યુ જી ઓલ્સને કહ્યું હતું કે ચૌધરીએ એક ખાનગી સંગઠનને આતંકિત કરવા માટે અને ધમકાવવાના પ્રયત્નો કરીને સંઘીય કાયદાનું ઉલ્લંઘન કરીને "ભડકાઉ ઉપકરણ"નો ઉપયોગ કર્યો હતો.
પોલિટિકોએ 2 મેના રોજ યુ.એસ. સુપ્રીમ કોર્ટ ચુકાદાનો ડ્રાફ્ટ પ્રકાશિત કર્યો હતો જેના થોડા દિવસ બાદ કાર્યાલયમાં આગ લાગી હતી. કોર્ટના આ નિર્ણયથી દેશભરમાં ગર્ભપાતને કાયદેસર કરી દેવામાં આવ્યા હતા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login