રાજકોટની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયરની સેફટીને લઈને તમામ ખાનગી સરકારી ,બિલ્ડીંગોમાં તપાસ શરૂ કરવામાં આવી છે, તો સુરતમાં પણ સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સુરતની વિવિધ માર્કેટમાં મુદ્દે આજે મહત્વની બેઠક મળી હતી.સુરતના રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં ફાયર સેફટી મુદ્દે આજ રોજ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન અને શહેર પોલીસની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક મળી હતી. જે બેઠકમાં ફોસ્ટાના હોદ્દેદારો અને અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો અને પોલીસ દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર એનઓસી અને માર્કેટના એન્ટ્રી એક્ઝિટ માર્ગની સમજૂતી માટેની બેઠક યોજાઇ હતી. જેમાં ડીસીપી એસીપી અને સ્થાનિક પીઆઇ સહિતના પોલીસ અધિકારી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ થઈ હતી.
સુરતના રિંગ રોડ સ્થિત ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનની ઓફિસમાં મળેલી બેઠકમાં DCP ભગીરથ ગઢવી, ACP ચિરાગ પટેલએ બેઠકમાં હાજર મોટી સંખ્યામાં અલગ અલગ માર્કેટ ના સંચાલકોને ફાયર noc મુદ્દે કડક સૂચના આપી હતી.ટેક્સટાઇલ માર્કેટમાં સમયાંતરે આગ લાગવાની ઘટના બનતી હોય છે તેવા સમયે લોકોના જીવનો પણ જોખમ ઊભો થઈ જતો હોય છે આવી સ્થિતિ ઊભી ના થાય તેના માટે ખાસ કાળજી કેવી રીતે રાખી શકાય તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
DCP ભગીરથ ગઢવીએ જુદા-જુદા માર્કેટના ચેરમેન, મેનેજરો સાથે બેઠક કરી ફાયર સેફટી સહિતના મુદ્દે ભાર મૂકવામાં આવ્યો છે. જે કોઈ માર્કેટ માં કાર્યવાહી ની પૂર્ણતા કરવાની બાકી હોય તે કરી લેવા આદેશ આપવામાં આવ્યા છે.જાનમાલને નુકશાન નહીં થાય તે માટેના સૂચનો કરવામાં આવ્યા છે. તમામ માર્કેટના સંચાલકોને પણ સાંભળવામાં આવ્યા છે. તેઓએ પણ કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે.જે વિભાગ સીલીંગની કાર્યવાહી કરી રહ્યું છે,તે નિયમના આધારે કરી રહ્યું છે. કોઈપણ ઘટના બને તે પહેલાં પૂરતી તકેદારી રાખવાસૂચના આપી છે. ફાયર સેફટીના સાધનો સમયઆવ્યે મેન્ટેન્સ કરવામાં આવે તે જરૂરી છે.આગ જેવી ઘટનામાં કોઈ વ્યક્તિને હાનિ નથાય તે દિશામાં તમામ પગલાં લેવા આવશ્યકછે. તેવી સૂચનાઓ આપવામાં આવી હતી
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login