ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નિર્માણ પામી રહેલાં રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાના બાળ સ્વરૂપને મંદિરના ગર્ભગૃહમાં વિરાજમાન કરવામાં આવશે. ત્યારે માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં વસતા ભારતીયોમાં પણ આ કાર્યક્રમને લઇને ખૂબ જ ઉત્સૂકતા અને ઉત્સાહ છે. અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા થાય તે પહેલાં રામ મંદિરના ઇતિહાસને સમજવા, તેને યાદ કરવા માટે ભારતીય અમેરિકનોએ પાંચ ભાગની એક વેબિનાર શ્રેણીનું આયોજન કર્યું છે.
આ વેબિનાર શ્રેણીનું આયોજન અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ યુનિવર્સિટી ઓફ અમેરિકા દ્વારા કરવામાં આવશે "અયોધ્યામાં શ્રી રામ મંદિરના પુનઃનિર્માણ માટે 500 વર્ષનો હિંદુ સંઘર્ષ" પરનો વેબિનાર 9 ડિસેમ્બરથી પાંચ ભાગમાં ચાલશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના પ્રાદેશિક નિર્દેશક (નિવૃત્ત) કે કે મોહમ્મદ તેની રજૂઆત કરશે. તેમની લાંબી કારકિર્દી દરમિયાન, મોહમ્મદને ઘણા મહત્વપૂર્ણ સ્મારકોની શોધ અને પુનઃસ્થાપન માટે શ્રેય આપવામાં આવે છે, આ કાર્ય માટે તેમને 2019માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તે ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
રામ મંદિરના નિર્માણ અંગે ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય આપવા માટે બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીને 10 ડિસેમ્બરે બીજા વેબિનાર માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.એક સંયુક્ત નિવેદનમાં, અમેરિકાની હિંદુ યુનિવર્સિટી અને અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદે જણાવ્યું હતું કે હિંદુ સંઘર્ષના લાંબા ઈતિહાસને ફરીથી રજૂ કરવા અને આપણી સંસ્કૃતિના વર્ણનના આ પવિત્ર પ્રતીકને ફરીથી પ્રાપ્ત કરવા માટે વેબિનરની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ "ગુડ ઓર એવિલ" (અસત્ય પર સત્યનો વિજય) સંઘર્ષને પાંચ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે.
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સાથે સંકળાયેલા જાણીતા વકીલ વિષ્ણુ શંકર જૈન 6 જાન્યુઆરીએ ત્રીજા વેબિનાર માટે મુખ્ય વક્તા હશે, જે દરમિયાન તેઓ સમગ્ર ચળવળ પર કાયદાકીય પરિપ્રેક્ષ્ય રજૂ કરશે. 7 જાન્યુઆરીના રોજ ચોથા વેબિનાર દરમિયાન, વૈજ્ઞાનિક અને લેખક આનંદ રંગનાથન અયોધ્યા રામ મંદિરના પુનઃનિર્માણ માટે 500 વર્ષના હિંદુ સંઘર્ષમાંથી શીખેલા પાઠો પર તેમના વિચારો રજૂ કરશે.
પાંચમો અને અંતિમ વેબિનાર 13 જાન્યુઆરીએ થશે જ્યાં રામ મંદિરના પુનઃનિર્માણમાં હિંદુ અમેરિકનોના યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. છેલ્લા વેબિનાર માટે વક્તાઓની યાદી હજુ સુધી બહાર પાડવામાં આવી નથી.
22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં શ્રી રામલલાના મંદિરનું ઉદ્ઘાટન, એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જે ભગવાન રામને તેમના જન્મસ્થળ પર સમર્પિત મંદિરના નિર્માણ માટે 500 વર્ષના લાંબા સંઘર્ષની પરાકાષ્ઠા દર્શાવે છે. આ ઘટનાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ આર્કિટેક્ચરલ સિદ્ધિઓથી ઘણું આગળ છે, જે વિશ્વભરના લાખો હિન્દુઓ માટે આધ્યાત્મિક અને ભાવનાત્મક જોડાણનું પ્રતીક છે. જેમ જેમ મંદિર ભક્તો માટે તેના દરવાજા ખોલે છે, તે માત્ર પૂજાનું સ્થળ જ નહીં પરંતુ એક સંસ્કૃતિ માટે આશાનું કિરણ પણ બની જાય છે જે તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસા પર ગર્વ લે છે.
રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ તો અયોધ્યામાં થવાનો છે, પણ અમેરિકામાં રહીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી ભારતીય સમુદાય બની શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદે આ દિવસે પૂજા, અર્ચના, કિર્તન, રામધૂનનું આયોજન કર્યું છે. સાથે જ, શ્રી રામની આરતી, પ્રસાદ વિતરણ પણ કરાશે. મંદિરોમાં જઇને આ દિવસની ઉજવણી કરવા અમેરિકામાં વસતા ભારતીયોને કહેવાયું છે સાથે જ, તેમને ઘરમાં આ દિવસે ઓછામાં ઓછા ૫ દીવડા પ્રગટાવવા પણ અપીલ કરાઇ છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login