ADVERTISEMENTs

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી ઉપરાંત સચિવશ્રીઓ સાથે મુલાકાત કરી.

મુખ્યમંત્રીશ્રીએ SGCCIની આગેવાનીમાં જુલાઇ મહિનામાં દક્ષિણ ગુજરાતના તમામ એસોસીએશનોને વિવિધ પ્રશ્નોના નિરાકરણ હેતુ ગાંધીનગર આવવા આમંત્રણ આપ્યું

મુખ્યમંત્રી સાથે ચેમ્બરના પ્રતિનિધિઓ / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ તેમજ પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી નિખિલ મદ્રાસી, ગૃપ ચેરમેન શ્રી મૃણાલ શુકલ અને ચેમ્બરના લાયઝનીંગ ઓફિસર શ્રી અજય સાયગલ સહિતના પ્રતિનિધિ મંડળે મંગળવાર, ર૮મી મે ર૦ર૪ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સાથે મુલાકાત કરી હતી. ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ગુજરાતના મુખ્યમંત્રીના સચિવ શ્રી પંકજ જોષી (IAS) સહિત અન્ય સચિવશ્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને વર્ષ ર૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના આપેલા વિઝનને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય મહત્વની ભૂમિકા ભજવી રહયું છે ત્યારે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ – ધંધાઓના ડેવલપમેન્ટ માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ સઘન પ્રયાસ કરવામાં આવી રહયા છે. વેપાર – ઉદ્યોગને મુંઝવતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટુ ધ પોઇન્ટ રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ વેપાર – ઉદ્યોગના કેટલાક પ્રશ્નો છે, જેનું નિરાકરણ લાવવાની જરૂરિયાત છે. આથી ઉદ્યોગોના વિવિધ પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવામાં આવી હતી. 

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળને જણાવ્યું હતું કે, ઉદ્યોગ – ધંધાઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકાર ગંભીર છે, આથી તેમણે ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓને જુલાઇ– ર૦ર૪માં ગાંધીનગર ખાતે તેમની સાથે રૂબરૂ મિટીંગમાં લાવવા માટે આમંત્રણ આપ્યું હતું. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related