રાજય સરકાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ વર્ષ દહાડે હજારો જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલમાં દાખલ કરીને નવજીવન આપવાનું ઉમદા કાર્ય કરી રહી છે. માત્ર એક ફોન રણકતાં શહેરનાં લીસા સપાટ રસ્તા પર અને અંતરિયાળ ગામડાઓની સડકો પર દોડી જતી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન અનેક દર્દીઓ માટે રાહતનું કારણ બનતી હોય છે તો અનેક મરણોન્મુખ આવી ગયેલા નાગરિકો માટે આશાનું કિરણ સાબિત થતી હોય છે. સાથે રાજય સરકારના ગુજસેલ વિભાગ દ્વારા કાર્યરત એર એમ્બ્યુલન્સ થી ગુજરાતમાંથી બીજા રાજયની હોસ્પીટલોમાં દર્દીને ઈમરજન્સીના સમયે સારવાર માટે શીફટ કરવામાં આવે છે. આવી ધટના બની છે સુરત શહેરમાં.
શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ ૭૧ વર્ષીય ડાહ્યાભાઇ દેસાઈને હદયરોગની વધુ સારવાર પડતા તાત્કાલિક ધોરણે એર એમ્યુલન્સ દ્વારા મુંબઈની ખાનગી હોસ્પિટલ દ્વારા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજસેલ દ્વારા ચાલતી એર એમ્બ્યુલન્સ ૧૦૮ ઈમરજન્સી સેવાના ટેરેટરી ઇન્ચાર્જ અજય કદમ, રોશન દેસાઈ અને પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ૭૧ વર્ષીય ડાહ્યાભાઇ દેસાઈ સુરતની ખાનગી હોસ્પિટલમાં હૃદયને લગતી બિમારીના કારણે વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા હતા. પરંતુ વધુ સારવાર માટે તેઓને તત્કાલ મુંબઈ લઈ જવા જરૂરી હતા. જેથી ડાહ્યાભાઈના દીકરાએ ૧૦૮માં ફોન કરીને એર એમ્યુલન્સ દ્વારા તેમના પિતાને મુંબઈ લઈ જવાની વિગતો આપી. ૧૦૮ના સ્ટાફે તત્કાલ તમામ પ્રક્રિયા આટોપીને વહેલી સવારે શહેરની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ ડાહ્યાભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સના ઇએમટી લીલાબેન તેમજ પાયલટ ભરતભાઈએ સુરક્ષિત રીતે એરપોર્ટ પહોંચાડ્યા હતા. ત્યારબાદ તેમને એર એમ્બ્યુલન્સમાં સલામતીપૂર્વક મુંબઈની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને દાખલ કરવામાં આવ્યા હતા.
આમ, લોક સેવામાં ૨૪*૭ કાર્યરત સુરત ૧૦૮ ઇમરજન્સી અને એર એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદરૂપ નીવડી રહી છે. રાજય સરકારના ગુજસેલ વિભાગ દ્વારા એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. એર એમ્બ્યુલન્સ સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ એર એમ્બ્યુલન્સ દ્વારા ગુજરાત રાજયમાં કોઈ ઈમરજન્સીના સમયે જેમ કે, ઓર્ગન ટ્રાસપ્લાન્ટ કે અન્ય રોગના કારણે ગુજરાત બહાર ચેન્નાઈ, મુંબઈ, ગોવા, કોચી, દહેરાદુન જેવા રાજ્યમાં મેડિકલ સુવિધા માટે આ સેવાનો લાભ દર્દીઓ દ્વારા લઈ જવામાં આવે છે. આ એર એમ્બ્યુલન્સ મારફતે નિયત કરવામાં આવેલા દરે ગુજરાતમાંથી અન્ય રાજયોની હોસ્પિટલમાં શીફટ કરવામાં આવે છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login