સુરત શહેરમાં આજે સચિન વિસ્તારના પાલિકામાં આજે એક મોટી દુર્ઘટના બનવા પામી હતી.જેમાં છ માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી અને જેમાં 15 લોકોને ઈજા પહોંચી છે. જ્યારે બિલ્ડીંગ ધરાશયી થતા તેનાં કાટમાળ નીચે અન્ય લોકો ફસાયા હતા. જેમાં રાહત કામગીરીમાં સુરત ફાયરની ટીમ સહિત એન ડી આર એફ ની ટીમ અને પોલીસ કામે લાગી હતી. ફાયરની ટીમે એક 20 વર્ષીય મહિલાને બચાવી લીધી હતી જ્યારે ઘટના ના પાંચ કલાક બાદ એક 28 વર્ષ યુવકનો મૃતદેહ કાઢવામાં આવ્યો હતો અને અન્ય લોકોને કાઢવાની કામગીરી ચાલી રહી છે.
સુરતના સચિન GIDC વિસ્તારના પાલી ગામમાં ડીએમ નગરમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા થઈ છે. કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. તો આ ઘટનામાં પાંચથી છ લોકો કાટમાની નીચે દબાયા હોવાની આતંકવા વ્યક્ત કરવામાં આવી છે.ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે.બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાની પણ વાત સામે આવી છે. અને તેને ચાર મહિના અગાઉ નોટિસ પણ આપવામાં આવી હોવાનું આજુબાજુના સ્થાનિકોએ જણાવ્યું હતું.
બચાવ ગામગીરી શરૂ કરવામાં આવી ત્યારે કાટમાં નીચે દબાયેલ એક 20 વર્ષીય યુવતીને ફાયર ના જવાનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં આ મહિલા કોમલ શર્માએ કહ્યું કે તે ત્રીજા માળે રહે છે અને તેના પતિ નોકરી પર ગયા હતા ,બિલ્ડીંગ કઈ રીતે પડી તે તેને ખ્યાલ નથી અને તેને કોણે બચાવી તે પણ તેને ખ્યાલ નથી. મોડી રાત્રે ફાયરના અને એનડીઆરએફ ના જવાનોએ એક 28 વર્ષીય અજાણ્યા યુવક નાં મૃતદેહ ને બહાર કાઢ્યો હતો જે બિલ્ડીંગ ધરાશયી ત થવાથી કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યો હતો.
બિલ્ડિંગ દુર્ઘટનાની જાણકારી મળતાં જ કામ પરથી એક મહિલા સફાળી દોડીને આવી ગઈ હતી. જે પોતાના પતિને શોધી રહી હતી.રાધા એપેરેલ પાર્કમાં નોકરી કરતી મહિલા કામદાર રાધા મહંતો પરિવાર સાથે આ બિલ્ડિંગમાં રહેતી હતી. રાધાના પતિ ડ્યુટી કરી ઘરે આરામ કરી રહ્યાં હતાં. ત્યારે આ બિલ્ડિંગ તૂટી પડી હતી. રાધાના પતિ બિલ્ડિંગના કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં રાધા એપેરલ પાર્કથી દોડી આવી છે. હજુ સુધી તેને તેના પતિની કોઈ ભાળ મળી નથી.રડતાં રડતાં ઓડિશાની વતની રાધા મહંતોએ કહ્યું કે, તેઓ રોજ ડ્યુરી પૂરી કરીને ઘરે આવી જતાં હતાં. ઘરે આવીને આ સમયે તેઓ આરામ જ કરતાં હોય છે. જો કે, આ બિલ્ડીંગ પડ્યું ત્યારે તેઓ ક્યાં હતાં. હજુ સુધી તેની કોઈ ભાળ નથી મળી. ભગવાનને પ્રાર્થના કરુ છું કે કંઈ અમંગળ ન થયું હોય. રથયાત્રાના આગલાં દિવસે અમારા પર મોટું દુઃખ આવી પડ્યું છે. ભગવાન જગન્નાથ તેમની રક્ષા કરે એવી પ્રાર્થના કરુ છું.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login