ADVERTISEMENTs

ભારતીય મૂળના 99 વર્ષીય દાદીમા ને મળ્યું અમેરિકી નાગરિકત્વ.

"age is just a number" આ વાસ્ત ને દૈબાઈ એ સાર્થક કરી તેવું યુએસ ઈમિગ્રેશનના અધિકારીઓ એ કહ્યું હતું.

અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યા બાદ દૈબાઈ / X- @USCIS

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ મૂળ ભારતીય 99 વર્ષીય દાઈબાઈને અમેરિકાની નાગરિકતા આપવાની જાહેરાત કરી છે. USCIS એ દાઈબાઈને અદભુત અને એકદમ જીવંત ગણાવ્યા હતી. કારણ કે તેમણે એજન્સીની ઓર્લાન્ડો ઓફિસમાં તેમની પુત્રી અને વહીવટ કરતા USCIS અધિકારી સાથે શપથ લીધા હતા.

આ ક્ષણ USCIS દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવી હતી, જેમાં દૈબાઈ પોતાની પુત્રી અને USCIS અધિકારીની સાથે વ્હીલચેર પર બેસીને ગર્વથી પોતાનું નાગરિકત્વ પ્રમાણપત્ર પ્રદર્શિત કરતી જોવા મળી હતી.

ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ, નેચરલાઈઝેશન અરજીઓ અને આશ્રય અરજીઓ સહિત વિવિધ ઇમિગ્રેશન પ્રક્રિયાઓનું સંચાલન કરવા માટે જવાબદાર USCIS એચ-1બી વિઝા જેવા બિન-ઇમિગ્રન્ટ કામચલાઉ કામદારો માટેની અરજીઓની દેખરેખ પણ કરે છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે યુએસ ટેક ઉદ્યોગમાં ભારતીય વ્યાવસાયિકો દ્વારા કરવામાં આવે છે.

99 વર્ષીય ભારતીય મહિલા, દૈબાઈએ અમેરિકાની નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી એક નોંધપાત્ર નવી યાત્રા શરૂ કરી છે. આ જાહેરાત કરતાં યુ. એસ. સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ દૈબાઈને "જીવંત" વ્યક્તિ ગણાવી હતી.



USCIS એ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "તેઓ કહે છે કે ઉંમર માત્ર એક નંબર છે. તે આ 99 વર્ષીય દાદી માટે સાચું લાગે છે. જે અમારી ઓર્લાન્ડો ઓફિસમાં #NewUSCitizen બની હતી. દૈબાઈ ભારતના છે અને વફાદારીની શપથ લેવા માટે ઉત્સાહિત હતા. તેણીને તેની પુત્રી અને અમારા અધિકારી સાથે ફોટા પણ પડાવ્યા છે. જેમણે તેને શપથ અપાવ્યા હતા. અભિનંદન દાઇબાઈ".

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related