ADVERTISEMENTs

53 વર્ષીય પદ્મશ્રી ગુલાબો સપેરા એ સુરત માં ફાગોત્સવમાં નૃત્ય કરી રમઝટ બોલાવી

રાજસ્થાન યુવા સંઘ દ્વારા આયોજિત હોળી ધુળેટી નાં કાર્યકમ માં સુરત ખાતે 53 વર્ષીય કાલબેલિયા આંતરરાષ્ટ્રીય નૃત્યાંગના અને પદ્મશ્રી ગુલાબો સપેરા એ હાજરી આપી હતી. સપેરાં નૃત્ય માટે જાણીતા ગુલાબો એ પોતાના નૃત્ય વડે સૌ કોઈ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આયોજિત હોળી ધુળેટી નાં કાર્યકમ માં સુરત ખાતે 53 વર્ષીય ગુલાબો સપેરા / / Lopa Darbar

રાજસ્થાન યુવા સંઘ દ્વારા આયોજિત હોળી ધુળેટી નાં કાર્યકમ માં સુરત ખાતે  53 વર્ષીય કાલબેલિયા આંતરરાષ્ટ્રીય નૃત્યાંગના અને પદ્મશ્રી ગુલાબો સપેરા એ હાજરી આપી હતી. સપેરાં નૃત્ય  માટે જાણીતા ગુલાબો એ પોતાના  નૃત્ય વડે સૌ કોઈ ને  મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કોણ છે આ ગુલાબો સપેરા?
ગુલાબોનો જન્મ 1973માં વિચરતી કલબલિયા સમુદાયમાં થયો હતો. તે તેના માતા-પિતાનું સાતમું સંતાન હતું. ગુલાબો સપેરા જીવનના અંતમાં સેલિબ્રિટી ડાન્સર બન્યા. ગુલાબોનો જન્મ અજમેરમાં કાલબેલિયા જનજાતિમાં ધનવંતી તરીકે થયો હતો. બાદ માં તેઓ ને ગુલાબો નામ મળ્યું હતું.165 દેશો માં તેઓ પોતાની નૃત્ય ની કળા દર્શાવી ચૂક્યા છે. તેઓ સપેરા ડાન્સ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આંતરરાષ્ટ્રીય લેવલે તેઓ ખૂબ જ નામના ધરાવે છે. હાલ ગુલાબો સપેરા 53 વર્ષ ના છે અને તેઓને સંતાનમાં ત્રણ દીકરીઓ છે.


જાણો ગુલાબો એ પોતાના સંઘર્ષ વિશે શું કહ્યું.

પદમ શ્રી ગુલાબો સુરત ખાતે રાજસ્થાન યુવા સંઘના હોળીના ફાગોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા, જ્યાં તેમણે પોતાની સંઘર્ષ ને યાદ કરતા કહ્યું કે  હું કાલબેલિયા જાતિ માંથી આવું છું. હું મારા પિતાનું સાતમુ સંતાન હતી . અમારી જાતિમાં છોકરીઓને ભાર સમજવામાં આવતી હતી.એટલે છોકરીઓ જન્મતાની સાથે જ તેને દાટી દેવામાં આવતી હતી. મારા પરિવારમાં હું ચોથી છોકરી હોવાને કારણે મારા માતા પિતા ની જાણ બહાર અમારા સમાજની મહિલાઓએ જમીન માં દાટી દીધી હતી.  જો કે હું  નસીબદાર હતી કારણ કે મારી માતા અને મારી કાકી એ 5 કલાક બાદ મને માટી માંથી બહાર કાઢી હતી. ત્યારે મારા શ્વાસ ચાલતા હોવાના કારણે મને બચાવી લેવામાં આવી હતી. 


કઈ રીતે ગુલાબો  નામ પડ્યું ?
પોતાના પિતા સાથે તેણી  નાની ઉંમરમાં રસ્તાઓ પર સાપના પ્રદર્શન માટે  સાથે જતી હતી. દોઢ વર્ષની ગુલાબો તેના નાના પગ પર સાપની જેમ નાચવા લાગી. બાદમાં તેણીએ પોતાના સમુદાયના વાંધાઓ છતાં  નારાજગી સહન કરીને પણ અલગ-અલગ સ્થળોએ  નૃત્યની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. જ્યારે તેણી નાની હતી ત્યારે તે ખૂબ ગોરી હતી અને તેના ગાલ એકદમ ગુલાબ જેવા હતા તેથી તેના પિતા તેને ગુલાબો કહીને સંબોધતા હતા. અને ત્યાંથી તેણી નું નામ "ગુલાબો" આપવામાં આવ્યું.ગુલાબોએ તેનું પહેલું પ્રદર્શન પુષ્કર ખાતે સ્ટેજ પર આપ્યું હતું.ગુલાબોના ભાવિએ 1981 માં એક વળાંક લીધો જ્યારે તેણીએ એક મેળામાં સરકારી અધિકારીનું ધ્યાન ખેંચ્યું જ્યાં તેણી તેના જૂથ સાથે કાલબેલિયા નૃત્ય કરી રહી હતી.બાદમાં તેણીને યુએસએ માટે કલ્ચર ક્રૂમાં જોડાવાનું કહેવામાં આવ્યું. યુ.એસ.માં આ વિદેશી પ્રદર્શને તેણીને રાજસ્થાનના લોક વારસાની એમ્બેસેડર તરીકે સ્થાપિત કરી. ડેનમાર્ક (કોપનહેગન) જેવા દેશોની સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી. ફ્રાન્સ (પેરિસ). ગુલાબોએ વૈશ્વિક સ્તરે વ્યાપક પ્રવાસ કર્યો છે અને 165 દેશોની મુલાકાત લીધી છે.

Sunjay Dutt and Gulabo Sapera in BB / /Rediff.com

2011 માં બિગ બોસ માં પણ દેખાઈ છે ગુલાબો

2011 માં  રિયાલિટી ટેલિવિઝન શો બિગ બોસમાં આવેલા સ્પર્ધકો માની એક ગુલાબો સપેરા પણ હતી. અને આ જ શોમા તેણીએ પોતાની જન્મ વખતે તેને દાટી દેવામાં આવી હતી તે વાત ટેલિવિઝન ઉપર કરી હતી.અને  તેણીની માતા અને કાકી દ્વારા બચાવી શકાય હતી.
   
2016 માં ગુલાબને પદ્મશ્રી અને 2021 માં ભારત ગૌરવ પુરસ્કાર  

2016 માં ગુલાબો જીને પદ્મશ્રી તેમના નૃત્યકલા ક્ષેત્ર માં આપેલા યોગદાન માટે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 2021 તેઓને ભારત ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આજે તેઓ વિશ્વ વિખ્યાત લોક કલાકાર, શિક્ષક અને મહિલા અધિકાર કાર્યકર્તા છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related