ભારતીય મૂળના સ્ટેન્ડ-અપ કોમેડિયન નીલ નંદાએ માત્ર 32 વર્ષની વયે આ દુનિયાની અલવિદા કહી દીધું છે. નંદાએ 'જીમી કિમેલ લાઈવ!' અને 'કોમેડી સેન્ટ્રલની એડમ ડિવાઈન્સ હાઉસ પાર્ટી' થી પ્રસિદ્ધિ મેળવી હતી.
24 ડિસેમ્બરે નંદાના મેનેજર ગ્રેગ વેઈસે દુઃખ વ્યક્ત કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'તેઓ આ ઘટનાથી ખૂબ જ આઘાતમાં અને દુઃખી છે. નંદા ખૂબ જ શાનદાર કોમેડિયન હતા. એક ઉમદા માણસ જેની સામે હજુ પણ આખી દુનિયા પડી હતી.’ નંદાનું મૃત્યુ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
નંદાના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયામાં પોસ્ટ થતાં જ તેમના ચાહકો અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મેટ રાઇફે X પર લખ્યું હતું, 'RIP નીલ નંદા. તમે સૌથી શ્રેષ્ઠ, મહેનતુ હાસ્ય કલાકારો પૈકી એક હતા જેમને મેં ક્યારેક મિત્ર કહ્યા છે. ભાઇ, મને આશા છે કે તમારા આત્માને શાંતિ મળે.’
તાજેતરમાં નંદા સાથે પરફોર્મ કરનાર સાથી કોમેડિયન મારિયો એડ્રિયને પણ તેમના મિત્રની યાદમાં એક સંદેશ શેર કર્યો હતો. એડ્રિયને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે મેં ગત અઠવાડિયે કેનેડામાં તેમની સાથે એક શો કર્યો હતો પરંતુ આ સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. અમે આ વર્ષે મળ્યા અને તેમને મળવાથી જીવનમાં આશા અને સકારાત્મકતા આવી હતી. અમે સાથે ઓછો સમય વિતાવ્યો હતો પણ હું આશા રાખતો હતો કે અમારી મુલાકાત વારંવાર થતી રહે.
આ વચ્ચે 'ધ પોર્ટ કોમેડી ક્લબે પણ નંદાની વિરાસતને માન આપવા માટે 23 ડિસેમ્બરે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કર્યું કે, ખૂબ જ દુઃખ વ્યક્ત કરતા કહેવું પડે છે કે, નીલ નંદાની આત્માને ભગવાન શાંતિ આપે. આ સમાચારથી અમે દુઃખી છીએ. તેઓ કોમેડી માટે સકારાત્મક શક્તિ હતા અને તે આપણા સમુદાય માટે એક મોટી ખોટ છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login