20 ડિસેમ્બરે સરકાર દ્વારા આ વર્ષે આપવામાં આવનાર ખેલ એવોર્ડ માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. આ સાથે જ સૌથી મોટું સન્માન એવો ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડીને આપીને સન્માનિત કરવામાં આવશે. આ બધા જ ખેલાડીને 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડથી સન્માનિત કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ 29 ખેલાડીઓને સ્પોર્ટ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જે પૈકી બે ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડથી જ્યારે 27 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
નોંધનીય છે કે, ખેલ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે સમિતિઓની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે આ તમામ ખેલાડીઓ, કોચ અને સંસ્થા માટે એવોર્ડની પસંદગી કરી છે. મંત્રાલયે તમામ પુરસ્કારો મેળવનાર ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓની યાદી પણ જાહેર કરી છે.
મોહમ્મદ શમી ક્રિકેટ
આર વૈશાલી ચેસ
ઓજસ પ્રવીણ દેવતળે તીરંદાજી
અદિતિ ગોપીચંદ સ્વામી તીરંદાજી
શ્રીશંકર એથ્લેટિક્સ
પિંકી લૉન બોલ્સ
અજય કુમાર બ્લાઇન્ડ ક્રિકેટ
દિવ્યકૃતિ સિંહ અશ્વારોહણ ડ્રેસ
પારૂલ ચૌધરી એથ્લેટિક્સ
મોહમ્મદ હુસામુદ્દીન બોક્સર
સુશીલા ચાનુ હોકી
પવન કુમાર કબડ્ડી
રિતુ નેગી કબડ્ડી
નસરીન ખો-ખો
ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર શૂટિંગ
ઈશા સિંહ શૂટિંગ
હરિન્દર પાલ સિંહ સ્ક્વોશ
આયિકા મુખર્જી ટેબલ ટેનિસ
સુનીલ કુમાર કુસ્તી
અંતિમ કુસ્તી
રોશીબીના દેવી વુશુ
શીતલ દેવી પેરા તીરંદાજી
પ્રાચી યાદવ પેરા કેનોઇંગ
અનુષ અગ્રવાલ ઘોડેસવારી
દીક્ષા ડાગર ગોલ્ફ
કૃષ્ણ બહાદુર પાઠક હોકી
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login