ADVERTISEMENTs

દિલ્હી NCRની 100 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા એલર્ટ.

ગયા વર્ષે દિલ્હીની ચાર શાળાઓને બોમ્બની ધમકીઓ મળી હતી. 16 મે, 2023ના રોજ દિલ્હીની સાકેતની એક શાળાને બોમ્બની ધમકી સાથેનો ઈ-મેલ મળ્યો હતો.

શાળાની બહાર એકઠા થયેલ વાલીઓ / @suddu007

દિલ્હી-એનસીઆરની લગભગ 100 શાળાઓને બોમ્બની ધમકી આપવામાં આવી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ધમકી એક જ ઈ-મેલ દ્વારા મોકલવામાં આવી હતી. આ ઈ-મેલ 5:36 વાગ્યે રશિયન સર્વર તરફથી મોકલવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ તમામ શાળાઓમાં પહોંચી ગઈ છે. બોમ્બની શોધ ચાલી રહી છે. ઈમેલ મોકલનારને પણ શોધી કાઢવામાં આવી રહ્યો છે.

આ મેઈલ 100 શાળાઓને મોકલવામાં આવ્યો હતો. ડીપીએસ દ્વારકા, ડીપીએસ વસંત કુંજ, ડીપીએસ નોઇડા, ડીપીએસ રોહિણી, ગ્રીન વેલી નજફગઢ, ડીએવી પીતમપુરા, મધર મેરી સ્કૂલ મયુર વિહાર, સંસ્કૃતિ સ્કૂલ, ડીએવી સાઉથ વેસ્ટ અને એમિટી સાકેત. ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, 100 શાળાઓને ધમકીભર્યો મેઇલ મોકલવામાં આવ્યો છે.

ગૃહમંત્રીઃ ગભરાવાની કોઈ જરૂર નથી. સુરક્ષા દળો કાર્યવાહી કરી રહ્યા છે. પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે ખોટી ધમકી હોઈ શકે છે.
શાળાએ કહ્યું-અમે જોખમ ન લઈ શક્યા, બાળકોને પાછા મોકલી દીધા.



 

ગયા વર્ષે દિલ્હીની ચાર શાળાઓને બોમ્બની ધમકીઓ મળી હતી. 16 મે, 2023ના રોજ દિલ્હીની સાકેતની એક શાળાને બોમ્બની ધમકી સાથેનો ઈ-મેલ મળ્યો હતો. અગાઉ 12 મે, 2023ના રોજ દિલ્હીના સાદિક નગરમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં બોમ્બની ધમકી મળી હતી. આ ધમકી શાળાના ઈ-મેલ પર પણ આવી હતી.

ત્યારબાદ, 25 એપ્રિલ, 2023 ના રોજ, દિલ્હી-મથુરા રોડ પર સ્થિત ડી. પી. એસ. શાળામાં બોમ્બ મૂકવાની માહિતી આપતો ઈ-મેલ પ્રાપ્ત થયો હતો. 12 એપ્રિલ 2023ના રોજ દિલ્હીના સાદિક નગરમાં આવેલી ધ ઇન્ડિયન સ્કૂલને પણ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. આ તમામ અફવાઓ ખોટી સાબિત થઈ હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related